આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈમામ હુસૈન અ.સ. એ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવી ઈન્સાનિયતને દુનિયા માં બાકી રાખવા માટે પોતાના અને પોતાના પરિવારજાનોનાં જીવનનું બલિદાન આપ્યું. એ બલિદાને અરબ દેશોમાં ફેલાતા જતા અત્યાચાર, હિંસા, ખુના મરકી, શરાબ, વ્યભિચાર, જેવા દરેક ખરાબ કાર્યોને અટકાવી દીધા. અમારો હેતુ ઈમામ હુસૈન અસ.ની આ આહુતિનાં સંદેશને લોકો સુધી પહોચાડી, આપણા માહોલ માં એક પોઝીટીવ ચેન્જ લાવવાનો છે.
કારણ કે જયારે ઇમામ હુસૈન અ.સ. પોતાનાં કુટુંબીજનો સાથે પોતાનું વતન છોડી જઈ રહ્યા હતા ત્યારે કહે છે.
‘‘ હું એટલા માટે નથી જઈ રહ્યો કે ધરતી ઉપર લોહી વહાવાડાવું, ફસાદ કરું કે લોકો પર અત્યાચાર કરું. પરંતુ એટલા માટે જઈ રહ્યો છું કે માનવતાની સુધારણા કરું.’’
જેથી અલગ અલગ પ્રવ્રુત્તી દ્વારા અમો ઈમામ હુસૈન અ.સ. નો સત્ય અને અહિંસાનો મેસેજ આમ જનતા સુધી પહોચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. અગર અમારી આ માહિતી માં અમારા માટે કોઈ સુધારા અથવા સૂચનો હોઈ તો મહેરબાની કરીને અમારા મેઈલ આઈ ડી પર જરૂર મોકલશો.
આ જગત માં શાંતિ અને સલામતીનો સંદેશો આપનાર એવા પવિત્ર ઇસ્લામ ધર્મને દુનિયા માં લાવીને સમગ્ર જગત માં ફેલાવનાર એવા હઝરત મોહંમદ પયગંબર સાહેબ નાં નવાસા ઇમામ હુસૈન અ.સ. હતા. વિતતા સમયની સાથે મોહંમદ પયગંબર સાહેબ પોતાનો અંતિમ શ્વાસ લે છે. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ માનવતા પોતાનું મૂલ્ય ખોઈ રહી હતી. ઈન્સાનિયતનાં દરિયા માં દુષ્કર્મોની સુનામીઓ વારંવાર આવતી હતી. લોકોના અધિકારોને છીનવી લેવા જાણે સામાન્ય વાત થઇ ગઈ હતી. શરાબ, સ્ત્રીઓ સાથે વ્યભિચાર, અત્યાચાર, નિર્દોષ અને ગરીબ લોકો નું શોષણ જાણે આમ વાત થઇ ગઈ હતી.
એ સમયનાં ઝાલીમ અને તલવારનાં જોરે બની બેઠેલા બાદશાહ યઝીદે આમ જનતાની સાથે સાથે ઈમામ હુસૈન અ.સ.ને પણ પોતાના આ શાસનને સ્વીકારવાનું દબાણ કર્યું. પરંતુ ઈમામ હુસૈન અ.સ. એક એવા કુટુંબ માંથી હતા કે જે ક્યારેય બુરાઈનો સાથ ન આપે. ઈમામ હુસૈન અ.સ. એ પોતાનું મસ્તક તે અત્યાચારી બાદશાહ સામે નાં જુકાવ્યુ અને તેને સખ્ત અને કડક શબ્દો માં ઇનકાર કરી દીધો.
ઈમામ હુસૈન અ.સ. કહે છે . ‘‘અપમાન ભર્યા જીવન કરતા માન ભર્યું મૃત્યુ સારું છે.’’... Read More