Sayings of Imam Hussain
- ‘‘જે સત્યથી ટકરાશે તેને હર હાલતમાં સત્ય પછાડી દેશે – હઝરત ઈમામ અલી (અ.સ.)’’
- ‘‘અત્યાચારનો આરંભ કરનારને કાલે પસ્તાઈને પોતાના હાથ કરડવા પડશે – હઝરત ઈમામ અલી (અ.સ.)’’
- ‘‘જેણે દાન કર્યું, તે સરદાર થયો અને જેણે લોભ કર્યો તે અપમાનિત થયો – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘અસત્યથી બચો, કારણકે અસત્ય અને ઈમાનદારી સાથે રહી શકતા નથી – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘જે કોઈની ટીકા ન કરતો હોય, તેની ભુલોને બીજાઓ માફ કરતા દેખાશે – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘અર્થ વગરની વાતોને છોડી દેવામાં ઇન્સાનની શ્રેષ્ઠતા છે – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘બદલો દેવા સમર્થ છતાં બીજાને માફી આપનાર વધુ માનને પાત્ર બને છે – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘મિત્ર તમને ખરાબ બાબતથી રોકશે અને દુશ્મન તેના માટે ઉત્તેજશે – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘કંજુસની સલાહ ન પુછો કારણકે તે તમને પણ દાન કરતા અટકાવશે – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’
- ‘‘જેવી રીતે તમને પોતાના પર અત્યાચાર પસંદ નથી, બીજા પર અત્યાચાર ન કરો – હઝરત ઈમામ હુસૈન (અ.સ.)’’